સંયમના પગથિયાં ચડતા ને ચડતા જીવનમાં રે, તારો નાકે દમ આવી જાશે
ચૂકીશ એક પગથિયું જ્યાં તું, નીચે ને નીચે તું સરકી જાશે - તારો...
મક્કમતાથી પડશે માંડવા રે પગલાં, નજર બહાર પગથિયાં ના રાખજે - તારો...
મહેનત તારી, માગશે પૂરી, અધકચરી મહેનત નવ ચાલશે - તારો...
રહીશ કે જઈશ અટકી અધવચ્ચે, મંઝિલે તો નવ પહોંચાશે - તારો...
ધીરજ ને શક્તિનું ભાથું રાખજે સાથે, ડગલે ને પગલે જરૂર એની પડશે - તારો...
રાખતો ના નજર ફરતી ને ફરતી, પગથિયું ત્યાં તો ચૂકી જવાશે - તારો...
પ્રવાહ શક્તિનો, થાશે વહેતો તુજમાં, જેમતેમ ના વેડફી એને નાખજે - તારો...
છે જીવનનું એ તો પહેલું પગથિયું, પગથિયાં બીજા એનાથી ચડાશે - તારો...
નિયમિત રીતે સંયમિત રહેજે, પ્રભુને નજદીક તો તું લાવશે - તારો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)