છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું
જાણ્યો ને ચાલ્યો તું એક જ રસ્તે, જીવનમાં તો રસ્તા ઘણા છે
ચાલવું છે જે રસ્તે જીવનમાં, ચાલજે, બીજા રસ્તાનું શું કામ છે
જાણીએ ભલે જીવનમાં બીજા રસ્તા, અજાણ્યા રસ્તામાં ચાલવામાં નુક્સાન છે
લઈ નિર્ણય સ્વીકાર્યા જે રસ્તા, એને આપણા બનાવવાના છે
રહી ના શકીએ ઉદાસીન એમાં આપણે, આપણે એના પર ચાલવાનું છે
લક્ષ્ય ભલે એક રહેવા છતાં, રસ્તા તો જુદા-જુદા રહેવાના છે
રસ્તેરસ્તા જ્યાં જુદા છે, અનુભવ એમાંના, જુદા ને જુદા રહેવાના છે
એક અનુભવ સાથે કરીશ સરખામણી બીજાની, ભૂલ એમાં થવાની છે
તું તારા અનુભવે ચાલજે, મંઝિલે, ચાલતાં ને ચાલતાં પહોંચવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)