ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા
કરી ભેગાં ને ભેગાં, રહ્યા છે, જીવનને ભારી તો કરતા રહ્યાં છે
ભેગાં કરતા જો જો એક દિવસ એના ભાર નીચે, જીવન ના દટાઈ જાય
રહ્યા છે અહંના ભાર જીવનમાં કરતા એવા ઊભા, રહ્યા છે એની નીચે દબાતા
બન્યા છે મુશ્કેલ એને તો છોડવા, રહ્યા છે એને તો ઊંચકતા ને ઊંચકતા
ચડાવે કદી અહંના ભાર, કદી અભિમાનના, રહ્યા છે એ ચડાવતા ને ચડાવતા
ચડાવી ભાર અજ્ઞાનના જીવનમાં એવા, રહ્યા છે જીવન ભારી બનાવતા
ચડયા છે કર્મોના ભાર, પાપોના ભાર, નથી રહ્યા એને તો ઉતારતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)