દીવો લઈને તને ગોતું ક્યાં રે પ્રભુ, દીવો લઈને તને ગોતું ક્યાં
શાસ્ત્રોનું કયું વચન લઈને રે પ્રભુ, જીવનમાં તને શોધું ક્યાં
દિવસના ભર અજવાળે, ગોતી ના શક્યો તને જીવનમાં તો જ્યાં
રાતના ઘોર અંધારે, જીવનમાં પ્રભુ તને હું તો ગોતું ક્યાં
વન વનના ઝાડવે-ઝાડવે શોધતા તને પ્રભુ, અટવાઉં હું તો જ્યાં
ગોતતાં તને રે પ્રભુ, માનવ મહેરામણમાં મુંઝાઈ જાઉં હું તો જ્યાં
એક બંધન ભી લાગે જીવનમાં આકરું, તોડવું તો જ્યાં
બંધાયો છું જીવનમાં રે પ્રભુ, અનેક બંધનોથી તો જ્યાં
સમજાયે ના મને, મૂંઝાઉં મનમાં હું તો, તને ગોતવા જીવનમાં ક્યાં
ગોતી ગોતી થાક્યો હું, ના મળ્યો તું, કહે હવે તું મને મળીશ તું ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)