સત્તા તો નથી જ્યાં તારી પાસે, જગમાં ફુલાતો તું શાને ફરે છે
થતું નથી તારું તો જગમાં ધાર્યું, પ્રભુનું ધાર્યું તો થાતું રહે છે
ભેગું ને ભેગું રહે છે સહુ કરતા, ખાલી હાથે જગમાંથી જાવું પડે છે
તારા કર્મો, પ્રભુના ચોપડે લખાતા રહે છે, હિસાબ, પ્રભુ, એનો તો રાખે છે
આવશે ને જાશે સહુ તો જગમાં, કર્મનો આધાર તો એને રહે છે
છે હાથમાં સદા તો તારા, ઉદાસીન એમાં તો તું શાને રહે છે
મનવૃત્તિ રહે ના જ્યાં હાથમાં, ભોગ સુખદુઃખના ત્યાં બનવું પડે છે
તૂટે તો જ્યાં સીમા સંયમની, સદા ભોગ એના તો બનવું પડે છે
તાકાત વિનાની રમત જે રમે છે, જીવનમાં એ તૂટતો ને તૂટતો રહે છે
એક વખત નામ પ્રભુનું જો હૈયે ચડે, ફરક જીવનમાં ત્યાં ઘણો પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)