એક દિવસ તો જાશે, તારા ભાગ્યનો સિતારો આભમાં ઊગી
ઊંડે-ઊંડે રહેલી આશાઓ તારી, થાતી જાશે જીવનમાં તો પૂરી
તારા બોલે તો બોર વેચાશે, તારી ફૂંકે જાશે કંઈક દીવડા જલી
દુઃખના ડુંગર જાશે ત્યારે તૂટી, સુખનો સૂરજ જાશે તો ઊગી
આસપાસ તારી રહેશે સહુ વિંટાઈ, પાણી માગતા, દૂધ દેશે લાવી
તારી હા માં હા સહુ ભણતા જાશે, સલામ ભરતા જાશે ઝૂકી-ઝૂકી
તારું સગપણ ગોતતા જાશે, દેશે બધા તારી સાથેની વાત જોડી
કામ તારા કરવા માટે, કરશે જગમાં બધા ત્યારે પડાપડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)