ગમ તું મિટાવી દે, દુઃખ તું ભૂલી જા
છે આનંદસાગર તો તું, તુજમાં લીન બની જા, તું લીન બની જા
ના લેવા-દેવા છે સંસારથી તને, વિમુખ સંસારથી તો તું બની જા
નથી દિન હાથમાં તો તારા, નથી રાત ભી હાથમાં તારી, છે શું હાથમાં તારા
ગણી-ગણી સહુને તો તારા, થાક્યો તું જગમાં, હવે આ તો તું સમજી જા
હર પળે છે પ્રભુ તો તારી સાથમાં, રહેજે સદા એના તું વિશ્વાસમાં
જન્મે-જન્મે તો તેં મોહ જગાડયા, મોહની જાળ હવે તો તું તોડતો જા
નથી સુખદુઃખથી કંઈ લેવા-દેવા તારે, અલિપ્ત એનાથી તું બની જા
કર્મોની ગૂંથણી છે અટપટી, કરી કર્મો, ના એનાથી તું બંધાતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)