હરિના હેત હૈયેથી કેમ વીસરાય, હરિના હેત હૈયેથી કેમ વીસરાય
કરું-કરું યાદ, એ તો જ્યાં, આંખડીમાંથી તો આંસુઓ ઊભરાય
જનમથી જગતમાં મરણ સુધી, ખામી ના એમાં તો ક્યાંય દેખાય
પ્રાણી પીડા ભી હૈયું સહન કરી જાય, જ્યાં હરિના હેતનું અમૃત મળી જાય
કર્મોની ગૂંથણી એવી રચીને, કર્મો થકી પ્રભુ, જગનું કામ કરતા જાય
રાખ્યા ના ખાલી, રાખે ના ખાલી, નિરંતર હેત, એ તો વરસાવતા જાય
ક્ષણેક્ષણો ને પળે-પળે, જગ સમસ્તની કાળજી, એ તો રાખતાં જાય
કરે શું ને કરશે શું, ભલે ના સમજાય, હેત તોય, કદી કમી ના થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)