જીવન જીવવું છે જ્યાં, પ્રયોજન જીવનમાં તો જોઈએ
કરવું છે જીવનમાં તો કોઈ કામ, મતલબ તો જોઈએ
જીવનમાં બાંધવું છે તો વેર, કોઈ હેતુ તો જોઈએ
રહેવું છે ફરતા ને ફરતા જીવનમાં, કોઈ આશ્રય તો જોઈએ
જોવી છે જીવનભર તો રાહ, કોઈ મંઝિલ તો જોઈએ
સાંભળવી છે પ્રેમની કોઈની વાત, રસ એમાં તો જોઈએ
દેવાં છે જ્યાં દયાના દાન, દિલેર દિલ હોવું તો જોઈએ
સમજવી છે જ્યાં જીવનની વાત, નજર તો સૂક્ષ્મ જોઈએ
લેવું છે પ્રભુનું પ્રેમથી તો નામ, ભાવ થોડા એમાં તો જોઈએ
કરવા છે સફળ જીવનમાં તો કામ, હોશિયારી થોડી તો જોઈએ
કરવો છે સત્કાર, પ્રભુ તારા આગમનનો, કોઈ સૂચન તો જોઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)