છૂટી ગયો, તૂટી ગયો, જીવનમાં પ્રભુ, મારો તો કિનારો
રે પ્રભુ, જીવનમાં હવે મને તો ઉગારો (2)
અંધારે-અંધારે રહ્યો જીવનમાં તો ખૂબ ભટકતો
રે પ્રભુ, જીવનમાં, હવે મને તો માર્ગ બતાવો (2)
મારા જીવનમાંથી સમજદારી ગઈ છે રે ભાગી
રે પ્રભુ, જીવનમાં, હવે મને તો સમજદાર બનાવો (2)
તૂટી આશાઓ, મળી નિરાશાઓ, છે જીવનનો એ સરવાળો
રે પ્રભુ, જીવનમાં, હવે મને તો ઉગારો (2)
છે કાંટાભર્યો મારગ મારો, વહે છે રુધિરની ધારાઓ
રે પ્રભુ, જીવનમાં, હવે મને તો બચાવો (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)