ભાગવું હતું જીવનમાં તો પાપથી, રહ્યો ભાગતો હું તો મારાથી
રહેવું હતું જીવનમાં તો સુખચેનથી, રહ્યો વિમુખ તો હું એનાથી
ચાલવું હતું જીવનમાં તો સત્યથી, ગયો બની વિચલિત એ માર્ગમાંથી
ભરપૂર છે જગત તો બધા દાખલાથી, રહ્યો ગોતતો, મનગમતાં એમાંથી
ભર્યું છે હૈયું, હરિદર્શનની આશથી, મળશે એ તો લાયક બનવાથી
મળે જો દર્શન લાયક બનવાથી, વિચાર, બનવું લાયક શું કરવાથી
વળશે શું જીવનમાં જેમતેમ જીવવાથી, છે આ પ્રશ્ન સનાતન તો યુગોથી
રહેશે ખુશ કે નાખુશ પ્રભુ તો તારા વર્તનથી, રાખજે કાબૂમાં વર્તનને સંયમથી
હટશે અંધકાર ક્યાંથી તારી નજરથી, રહેશે વંચિત નજર તારી જો પ્રકાશથી
રહીશ ફુલાઈ જો તું તારા ગુમાનથી, રહી જઈશ વંચિત સાચું મેળવવામાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)