આવનારા આવતા જાય છે, જાનારા જાતા તો જાય છે
યાદે-યાદે, યાદો જીવનમાં તો એની, યાદ એ તો રહી જાય છે
મુલાકાતો તો જીવનમાં થાય છે, સહુ છૂટા તો પડતા જાય છે - યાદે...
સંજોગો સુખના જીવનમાં સર્જાય છે, દુઃખ ભી તો જાગી જાય છે - યાદે...
પ્રેમ જીવનમાં તો જાગી જાય છે, વેર ભી તો બંધાઈ જાય છે - યાદે...
કાર્યો જીવનમાં તો શરૂ થાય છે, કંઈક અધૂરા તો રહી જાય છે - યાદે...
કંઈક ફરજ જીવનમાં થાય પૂરી, કંઈક જીવનમાં અધૂરી રહી જાય છે - યાદે..
સંકટ સમયે પ્રભુ નિત્ય બચાવે જીવનમાં, એમ બનતું જાય છે - યાદે...
આશાના તાંતણા, રહે, જ્યાં જીવન રહે, નજરમાં સદા એ રહી જાય છે - યાદે...
સારાં ને માઠાં પ્રસંગો, જીવનમાં સદા બનતાં ને બનતાં જાય છે - યાદે...
પ્રસંગો ને પ્રસંગો આવે જીવનમાં એવા, યાદ પ્રભુની એ આપી જાય છે - યાદે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)