મળવા જવું જગમાં જ્યાં કોઈને, રજા એની તો ત્યાં લેવી પડે
પ્રભુના દ્વાર તો છે સહુ કાજે ખુલ્લા, રજા એની તો લેવી ના પડે
ભલે રજા એની તો લેવી ના પડે, એના દ્વારે પહોંચવું તો પડે
પડશે ના જરૂર તો એની રજાની, જગમાં એનાં, બનવું તો પડે
મળનારા તો અનકે છે પ્રભુને, તોય ઊભા રહેવું તો ના પડે
એક પછી એક નથી ત્યાં કોઈ ક્રમ એનો, મળવા, એના બનવું તો પડે
મળવા જાવું હોય જગમાં તો જેને, સૂચન તમારા આગમનનું દેવું પડે
મળવું હશે જ્યાં જીવનમાં પ્રભુને, આગમનનું સૂચન કરવું નહીં પડે
મળ્યાં જ્યાં અન્યને, ખબર અંતર પૂછવા પડે, પ્રભુ પાસે તો એના બનવું પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)