લાગશે જીવનમાં તો ત્યારે
આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
રહી જાશે કંઈક સપના તો અધૂરા, થઈ ગયા હશે કંઈકના તો ચૂરા તો જ્યારે – લાગશે…
રાચી રહ્યાં મીઠાં સપનામાં ને સપનામાં, રાખ્યા અધૂરા, થયા ના પૂરા તો જ્યારે – લાગશે…
ઊંચે ને ઊંચે વધતા જાશે આકાશે, જીવનમાં આશાના મિનારા તો જ્યારે – લાગશે…
આદર્યા કામ રહી જાયે અધૂરા, થઈ ના શકયા જીવનમાં પૂરા તો જ્યારે – લાગશે…
છૂટી ના શકે મોહ તો જીવનનાં, તૂટી ના શકે તાંતણા મોહના તો જ્યારે – લાગશે…
જાણવું ને શીખવું છે જગમાં તો ઘણું, થઈ શકે જગમાં, જગમાં તો પૂરું તો જ્યારે – લાગશે…
લાગે જીવનમાં, લઈ રહ્યા છે સપના અધૂરા, હવે તો આકાર તો જ્યારે – લાગશે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)