સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2)
તમે કરતા રહો છો એમ કરતા રહો, તમે ચાલતાં રહો છો એમ ચાલતા રહો
બદલાવું નથી જીવનમાં તો જ્યાં (2)
તમે માનો છો એમ માનતા રહો, તમે તમારામાં તો મસ્ત રહો
નીકળવું નથી જીવનમાં, માયામાંથી તો જ્યાં (2)
દુઃખદર્દથી પીડાતા રહો, ડૂબવું છે માયામાં તો ડૂબ્યા રહો
અપનાવવી નથી રાહ સાચી જીવનમાં તો જ્યાં (2)
સુખ-ચેનને તો ભૂલતાં રહો, હૈયેથી શાંતિ તો ખોતાં રહો
કરવા નથી દર્શન પ્રભુના જીવનમાં તો જ્યાં (2)
ભાવ ભક્તિથી દૂર રહો, તર્ક-વિતર્કમાં તો ડૂબ્યાં રહો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)