સવાલો ને સવાલોના ઝૂમખા, મનમાં ઊભા થાતાં તો રહ્યાં છે
સવાલો ને સવાલો એના, જવાબોની રાહ જોતાં તો રહ્યાં છે
કંઈક અટપટા સવાલો, મૂંઝવણ, ઊભી તો કરતા રહ્યાં છે
સાચા ઉકેલો તો એના જીવનમાં, માગી એ તો રહ્યાં છે
સીધા ને સરળ સવાલો, ઝટપટ જીવનમાં ઉકેલી તો રહ્યાં છે
ઉકેલ તો એના, બળ નવું, જીવનને દઈ એ તો રહ્યાં છે
અટક્યા ના સવાલો, ઢગના ઢગ, થાતાં એના તો રહ્યાં છે
જવાબોની ઝડપની રાહ, ઝંખતા એ તો રહ્યાં છે
કદી જવાબો તો સુખદ રહ્યા છે, કદી દુઃખ ઊભા એ તો કરી ગયા છે
કદી જવાબો, આશ્ચર્યમાં નાંખતા, એ તો ગયા છે
વીતી ના પળ સવાલો વિના, ઊભા ને ઊભા થાતા રહ્યાં છે
ભુલાયા કદી, કદી લૂપ્ત એ તો થઈ ગયા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)