નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ
કરવા મદદ તો અખાડા કરે, ટીકાનું શસ્ત્ર સદા ઉગામે – વાહ...
સ્વાર્થને સાધવા સગપણ શોધે, સ્વાર્થ સધાતા, કચરાની ટોપલીમાં ફેંકે - વાહ...
કરે કોઈ શંકા, તો આંખો કાઢે, કરવી શંકા, પોતાનો ધરમ માને - વાહ...
શબ્દો કાઢતા કદી ના વિચારે, કરવા એને પૂરા, અખાડા કરે - વાહ...
જીવનમાં તો કરવું કાંઈ નહિ, ચાહે પોતાનું કહ્યું તો સહુ કરે - વાહ...
અપમાન થાતાં તો રઘવાયાં બને, કરવા અપમાન તો ના અચકાયે - વાહ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)