હું એકલો ને એકલો, જીવનમાં નથી રહી શક્તો (2)
રહેવા ચાહું જ્યાં એકલો, આવી ઊભી રહે ત્યાં યાદોનો કાફલો - હું...
હટે યાદોનો જ્યાં કાફલો, આવી ચડે ત્યાં ઇચ્છાઓનો ધસારો - હું...
કરે આરામ જ્યાં ઇચ્છાઓનો ધસારો, ફૂટે છે ત્યાં વિચારોનો ફુવારો - હું....
શમે ના શમે જ્યાં વિચારોનો ફુવારો, ધસી આવે જ્યાં સમયનો તકાજો - હું...
ભૂલું ના ભૂલું જ્યાં સમયનો તકાજો, આવી ચડે અભિમાન ને અહંનો મારો - હું...
કરું દૂર જ્યાં અભિમાન ને અહંને, ઊભો રહે છે ક્રોધ ને ઈર્ષ્યાનો ફુવારો - હું...
કરું શાંત જ્યાં ક્રોધ ને ઈર્ષ્યાને, મળી જાય છે, ત્યાં ચિંતાનો ઉજાગરો - હું...
ભૂલું ચિંતા કે સોંપું હું તો એને, જાગી જાય છે ભક્તિભાવનો ફુવારો - હું...
ભૂલી ના શકું ભક્તિભાવને જ્યાં હું, આવી જાય છે પ્રભુમાં લીનતાનો વારો - હું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)