હવે સાંભળી લે તું, હવે સમજી લે તું, નક્કી કરી લે, હવે તું ને તું
વાતે-વાતે લાવે છે વચ્ચે તું તો હું, હવે છોડી દે તારો, એ તો હું
વ્યવહારે-વ્યવહારે વિકસી ગયો તારો હું, હવે ભૂલી જાજે એને તો તું
રાખી આશાઓ ખોટી, ઇચ્છાઓ ઘણી, રહ્યો છે ફસાતો, તારો એમાં હું
મુક્તિ કાજે જગમાં આવ્યો છે તું, કરજે યત્નો જીવનમાં એના તો તું
કર વિચાર, છૂટયો છે શું તારો હું, રહ્યો છે નડતો ને નડતો તારો હું
નાથી ના શક્યો તારા હું ને તો તું, પીડાતો ને પીડાતો રહ્યો છે એમાં તો તું
છોડ હવે બધી વાતોમાંથી તારો હું, નહિતર બનશે કર્તા ને કર્મનો તારો તો હું
કરીશ જેવું તું, પામીશ એવું તું, નક્કી કરી લે, હવે એ તો તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)