છે તારી પાસે ને પાસે, લાગે છે કેમ એ તો દૂર ને દૂર
એવું તો શું છે, તારી ને એની વચ્ચે, મળવા એને, કરી રહ્યું છે તને મજબૂર
ઉલેચવા ગયો તું તો, સુખનો દરિયો, મળી ગયું કેમ દુઃખનું તો પૂર
રહ્યો છે બંધાઈ કંઈક મજબૂરીઓમાં, માની રહ્યો છે તોય તને તું શૂર
ગોતવું ને મળવું છે તારે તો એને, રહેતો ના તું એનાથી દૂર ને દૂર
મળવા તો એને રે જીવનમાં, રોકજે તું, તારા જીવનમાં, લાગણીઓના પૂર
યત્નોમાં રહેશું રાજી, મળવા તો તને, ભલે ઘટી જાયે એમાં નૂર
વીતતું જાશે જીવન તો તારું, રાખીશ કે રહીશ એનાથી દૂર ને દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)