આવ્યાં જે જગમાં, જવાના એ જગમાંથી, નથી ઇલાજ એમાં તો કોઈના
કોઈ રહેશે જગમાં થોડું, કોઈ વધુ, ફરક એમાં, જરૂર એ તો રહેવાના
કોઈ રાચ્યા જગમાં પાપમાં, કોઈ પુણ્યમાં, ફરક જીવનમાં, એમાં તો પડવાના
કોઈ જીવન જીવ્યાં હસતાં, કોઈ રડતા, ફરક જીવવાની દૃષ્ટિમાં રહેવાના
રહ્યાં જીવનમાં જેવા વાતાવરણમાં, શ્વાસો એવા, એને એ તો મળવાના
થયો છે ઉછેર કેવો જીવનમાં, સંસ્કાર એના, એ તો કહી દેવાના
કોઈ કરે હિંમતથી સામનો, કોઈ ડરથી ભાગે, લક્ષણો જુદા તો રહેવાના
કોઈ લોભમાં જાયે નમી, કોઈ દૂર રાખે, જીવન એવા એ તો ઘડવાના
પડી નથી જેને, આવ્યા જગમાં શું કરવા, મોકો જીવનનો, એ તો ચૂકવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)