છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું
થાતાં રહ્યા ભલે ફેરફારો, પણ એવો ને એવો રહ્યો છે તું
યુગો ને યુગો, રહ્યા બદલાતા, ના બદલાયો જરા ભી એમાં તો તું
તનડાં ને તનડાં તારા ભલે બદલાયા, ના બદલાયો એમાંનો તો તું
કરી મુસાફરી તેં ઘણી ને ઘણી, રહ્યો એમાં ત્યાં ને ત્યાં તો તું
કરતો ને કરતો રહ્યો યત્નો પ્રભુને મળવા, મળી ના શક્યો હજી એને તો તું
મળી ના શક્યો જ્યાં તું તો પ્રભુને, રહ્યો છે હજી તું તો તું ને તું
બનશે કે બનીશ એક તો જ્યાં પ્રભુમાં, રહીશ ત્યાં સુધી તો તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)