ખોટું એ તો ખોટું રહેશે, બની ના શકે કદી એ તો સાચું
મૃગજળ એ તો મૃગજળ રહેશે, લાગે સુંદર, ના બની શકે એ સાચું
સસલાના માથે શિંગડા ઊગે કલ્પનામાં, મળશે ના જગમાં સસલું એવું
બળદે જનમ નથી દીધા કદી જગમાં, એના સર્જને કલ્પનામાં પડે રહેવું
સમુદ્રના મોજામાં ચાંદનીમાં ચાંદની દેખાશે, દળદર એમાં ના ફીટવાનું
દેખાયે છેડો ભલે આકાશનો, એના છેડાનું મૂળ જીવનમાં ના જડવાનું
સૂર્યકિરણો પકડવા કરીશ કોશિશ, થાકીશ, નથી કદી એ હાથ આવવાનું
રેતીના કણમાં, પ્રકાશમાં કણેકણમાં હીરા દેખાય, ના એનો હાર બનાવી શકશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)