જોઈએ જીવનમાં જ્યાં શાંતિ, પડશે મેળવવો કંઈક ચીજ પર તો કાબૂ
છટકવા ના દેજે, ક્રોધને હાથમાંથી તારા, પડશે મેળવવો એના પર તો કાબૂ
ભટકવા ના દેજે મનને જ્યાં ને ત્યાં, પડશે મેળવવો એના પર તો કાબૂ
ઇચ્છાઓનું પૂર ઉમટે તો જીવનમાં, પડશે કેળવવો એના પર તો કાબૂ
સુખદુઃખ તો છે જીવનના પાસા, તણાજે ના ભાવમાં, મેળવજે એના પર તો કાબૂ
લોભ-લાલચ તો રહે સદા તણાતા ને તણાતા, મેળવી લેજે, એના પર તો કાબૂ
બને અણબનાવ કે જાગે વેર જીવનમાં, રાખજે તારી જાતને, તારા પર તો કાબૂ
આશા-નિરાશા તો છે જીવનના પાસા, તણાતો ના એમાં, રાખજે એના પર કાબૂ
અભિમાન ને અહં છે શત્રુ મોટા, છે એ ખોટા, મેળવવો પડશે એના પર કાબૂ
રમશે ભાગ્ય તો પુરુષાર્થના હાથમાં, મેળવી લેજે પુરુષાર્થ પર તારો કાબૂ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)