ફરિયાદ ને ફરિયાદમાં જીવનમાં રાચતો રહ્યો, કાર્ય કરવાનો સમય ના રહ્યો
ફરિયાદોમાં એવો ડૂબી ગયો, કરવું છે શું જીવનમાં, એ હું તો એમાં ભૂલી ગયો
અપેક્ષાઓ ને અપેક્ષાઓમાં રાચી રહ્યો, ઉપેક્ષા કાર્યની તો હું કરતો ગયો
ફરિયાદ વિના મળી ના શાંતિ, શાંતિની ફરિયાદ તો હું કરતો ગયો
હરેક ચીજમાં ખામી ને ખામી લાગે, ફરિયાદ ને ફરિયાદ કરતો રહ્યો
પ્રભુ, તારી સૃષ્ટિમાં ભી ખામી ગોતું, સંપૂર્ણ તોય તને કહેતો રહ્યો
સંતોષ રહ્યો ના, મળ્યો ના જીવનમાં, જ્યાં ફરિયાદ ને ફરિયાદ કરતો રહ્યો
ફરિયાદમાં રાચી એવો જીવનમાં, ફરિયાદને શસ્ત્ર બનાવતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)