કરી ભૂલો, જુવાનીએ જીવનમાં જે-જે, બુઢાપો આજે, એને ભોગવી રહ્યો છે
રહી અનિર્ણિત નિર્ણય લેવામાં તો જીવનમાં, શિક્ષા એની જીવન આજ ભોગવી રહ્યું છે
પી ના શક્યા ક્રોધને જીવનમાં તો જ્યાં, ક્રોધ જીવનને રગદોળી રહ્યું છે
રોકી ના શક્યા સમયસર અભિમાનના પ્રવાહને, જીવનને આજ એ તાણી રહ્યું છે
બાંધી ના શક્યા લાભ, ગાંઠે તો જીવનમાં, ખોટની શક્યતા ઊભી એ કરી ગયું છે
હતું શું પાસે, જવાની બીક તને લાગી, છે પાસે, ખોજ એની તો અધૂરી રહી છે
હવે તો સમજ, જીવનમાં જરા તો તું, સમજદારી, સમજની આશા, તારી પાસે રાખી રહ્યું છે
ભટકવું છે હજી શું તારે જગમાં, કિનારો નથી શું હાથ આવ્યો, હકીકત એ બદલવાની છે
દયા નથી ખાવી, દયાપાત્ર બનવાની નથી તૈયારી, લાજ મારી, પ્રભુ તારે હાથ છે
હવે તો બસ કરો પ્રભુ જીવનમાં, તમને સમજવાની, હવે મારી તો તૈયારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)