પળે પળે ભૂલો કરતો આવ્યો છું, પ્રભુ, તું માફી દેતો આવ્યો છે
ના ભૂલો કરતા હું તો અટક્યો છું, ના માફી દેતા-દેતા તું કંટાળ્યો છે
જીવનમાં તને શોધતો હું તો ફરું છું, તું છુપાતો ને છુપાતો રહ્યો છે
હજી તને શોધી શક્યો નથી જીવનમાં પ્રભુ, તું ગજબનો તો ખેલાડી છે
શોધખોળની રમત હજી ચાલુ છે, ના થાક એનો તને તો લાગે છે
હું અલ્પજીવી તો માનવી છું, થાકવાની પાળી મારી તો આવે છે
કરવી કસોટી અમારી તારી મસ્તી છે, જાન અમારો એમાં નીકળી જાયે છે
છોડે ના સાથ કદી તું તો અમારો, દયા સદા તું તો વરસાવે છે
મળ્યા, ના મળ્યાના, ગમા-અણગમા અમને જાગે, ના જાણીએ તને શું થાયે છે
રહ્યો છે પ્રતીતિ કરાવતો અમને તું જીવનમાં પ્રભુ, તું સદા અમારો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)