યાદ રાખજો, કરવી ભલાઈ જીવનમાં, કરી ભલાઈ એ તો ભૂલી જાજો
સાંભળી જીવનમાં, સંતો ને શૂરવીરોની કહાની, તમારી એમાં એવી લખાવી જાજો
સફળતા ને નિષ્ફળતાથી રહે જીવન ભરપૂર, નિરાશામાં ના સરકી જાજો
બન્યું છે શક્ય જીવનમાં જે-જે માનવથી, બાકાત ના તમને એમાં ગણી લેજો
છે રસ્તા પ્રભુને પામવાના તો અનેક, રસ્તો તમારો, તમે નક્કી કરી લેજો
કરી ના શકો રસ્તા નક્કી, ગુરુજનો કે સંતજનોને તમે તો પૂછી લેજો
થોડી-થોડી વ્યથા મનની તો છે સહુ પાસે, મુક્ત ધીરે-ધીરે એમાંથી થાતા રહેજો
સદ્દનિયમો ને સદ્દવિચારો છે પાળવાના, ના બાકાત એમાંથી કદી રહેજો
પ્રેમ તો છે જીવંત અસ્તિત્વ પ્રભુનું, જીવન પ્રેમથી ભર્યું-ભર્યું રહેવા દેજો
બનવું છે જ્યાં કૃપાપાત્ર તો પ્રભુનું, કૃપાપાત્ર અન્યને તમારા બનાવી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)