થાય ના ચિત્ત જેમાં એ મહેરબાન, કાર્ય પૂરું એ થવાનું નથી
જોડાયું ચિત્ત તો જ્યારે જેમાં, પૂરું એ તો, થયા વિના રહેવાનું નથી
જોડાય છે જ્યારે એ તો જેમાં, તીવ્રતા એમાં, લાવ્યા વિના રહેતું નથી
છે આ એક એવી ચાવી, લગાવી જેણે, દ્વાર એ ખોલ્યા વિના રહેતું નથી
રાખી કે રહી એ ચાવી જેના હાથમાં, સફળતા મળ્યા વિના રહેતી નથી
ઇચ્છાઓ, વિચારો ને મનનો સાથ મળે, જલદી એ જુદા પડતા નથી
મળશે ના જગમાં કોઈ માનવી એવો, જેની પાસે તો ચિત્તડું નથી
છે સહુની પાસે ને પાસે, જગમાં હેરાન સહુને કરતું ને કર્યા વિના રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)