કોણ સમજી શકશે રે પ્રભુ, તારા વિના, તારી ને મારી વાતને
પસ્તાયો જીવનમાં, ગણીને તો પોતાના, સગાં ને વહાલાંને
અંતરના ઉછાળા રહ્યા ઊછળતા, નોતર્યા, એણે તો તોફાનને
ટક્યાં છે સંબંધો, માનવ માનવના જીવનમાં, લોભ, લાલચ ને સ્વાર્થે
કરું હૈયું ખાલી પાસે તો તારી, સમજી શકીશ તું મારી વાતને
લીધા રે ઉપાડા વિકારોએ જીવનમાં, લીધી છે હરી તો શાંતિને
દુઃખદર્દની વાત કરવી નથી, છું તૈયાર જીવનમાં એના માટે
કરવી છે વાત તો તારી સાથે, ઘટે અંતર તારું મારું કેમ કરીને
સંબંધ તો તારા ને મારા તો જૂના, રહે યાદ જીવનમાં એ હરપળે
બનવું છે તારો, બનાવવા છે તને મારા, ભૂલવી નથી આ વાતને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)