એક દિવસ ઘનઘોર વાદળમાંથી કિરણો તો ફૂટવાના, એ તો ફૂટવાના
ના એને એ તો રોકી શકવાના, એમાંથી એ તો નીકળવાના, એ તો નીકળવાના
રહે વાદળ તો ફરતા ને ફરતા, ના સ્થિર એ રહેવાના, એ તો હટવાના, એ હટવાના
કેમ ને ક્યારે હટશે એ તો, ના કોઈ કહી શકવાના, એ તો હટવાના, એ તો હટવાના
વરસી-વરસી બની હળવા એ હટી જવાના, એ તો હટવાના, એ તો હટવાના
કદી પવનમાં ઘસડાઈ, દૂર એ થવાના, એ તો હટવાના, એ તો હટવાના
થયા જેમ એ તો ભેગા, એક દિવસ એ વિખરાવાના, એ તો હટવાના
રોકી શકશે કિરણો થોડો સમય, ના કાયમ રોકી શકાવાના, એ તો હટવાના
ધરી રૂપો જુદા-જુદા, માર્ગ કિરણોના રોકવાના, અરે એ તો હટવાના
વધે તાપ કિરણોનો ઝાઝો, ના એ ઝીલી શકવાના, એ તો હટવાના
કદી થાતાં ઘેરા, કદી રૂ સમ એ તો બનવાના, એ તો હટવાના
કદી જાશે પહાડ કૂદી, કદી એની સાથે ટકરાવાના, એ તો હટવાના, એ તો હટવાના
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)