એકલો ને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે
પડશે કરવી અજ્ઞાન પ્રદેશમાં મુસાફરી, તારે એકલા ને એકલાએ
ના સાથે તું કંઈ લાવ્યો, ના કંઈ લઈ જવાનો, સમય નથી તને મળવાનો
જગમાં તો છે જીવન એક વિસામો, ખબર નથી, પડશે લેવા કેટલા વિસામા
સુખદુઃખની કહાની રહેશે અહીં, આવશે ના તારી મુસાફરીમાં તો સાથે
કરી-કરી, કરી ભેગું, કામ આવશે જગમાં, મુસાફરી છે એકલાની, ના આવશે કોઈ સાથે
રાખીશ મનને જેવું તું જગમહીં, આવશે એવું એ તારી સાથે ને સાથે
સમજી લેજે, છે આમાં બધું, રાખીશ મુક્ત મનને, મુક્ત રહીશ તો તું
છે જગમાં તો આ એક સાચું, છે જગમાં તો એ એક જ સાચું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)