મેં કર્યું, મેં કર્યું, છોડ હવે આવા વિચાર જીવનમાં તો તું
છે જગકર્તાએ તો જગમાં જ્યાં બધું તો કર્યું
શ્વાસે ને શ્વાસે, પવનની લહરીએ-લહરીએ, ચેતન ભર્યું છે એનું
માનવે-માનવે, ભાગ્ય સહુનું, લખી એણે છે દીધું
ધબકારે-ધબકારે ધડકે છે ધડકન એની, જીવન સહુનું એનાથી ભર્યું
ઘડયા ક્રમ જીવનમાં એણે એવા, એમાં જીવન તો બંધાતું રહ્યું
સુખદુઃખ ને આશા-નિરાશાનું ચક્ર સદા એનું ચાલતું રહ્યું
કદી સફળતા, કદી નિષ્ફળતા, જીવનમાં એ તો દેતું રહ્યું
રાગ-દ્વેષના દ્વંદ્વો કરીને ઊભા, સદા ચક્રાવામાં જગને તો રાખ્યું
છતાં કેમ કહેતો રહ્યો છે જગમાં તું, મેં આ કર્યું, મેં આ કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)