તું જીવ્યો જગતમાં, મળ્યો સાથ કેટલાનો, ફિકર તારા જીવનની હતી કેટલાને
તારા જગમાંથી જવાના સમયે, ઢોંગ લાગણીના તો રચવાના છે
હતી ના કિંમત જીવતાં તારી, જતાં ગુણગાન તારા ગવાવાના છે
ભુલાઈ જશે દુર્ગુણો તારા, હતી ના ખબર તારા ગુણોની, તે ગવાવાના છે
કરી ના શકીશ વિરોધ તું, લાભ અનેક એના લેવાવાના છે
કર્યા દુઃખી ભલે જગમાં, રાખશે અંતરમાં, દેખાવ તો જુદા થવાના છે
જોયું તને ના કાંઈ લઈ જતાં, સહુ ભેગું કરવામાં તો મંડી જવાના છે
હતો જ્યારે તું, તેં પણ કર્યું હતું આવું, તારી સાથે પણ એજ થવાનું છે
ઉઠાવ્યા માનસિક બોજા કેવા કેટલા, તારા વિના કોઈ ના કહી શકવાનું છે
રહી છે આ કહાની સહુની, કોઈ વિરલના જીવનમાં ફેરફાર રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)