1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15810
હતી જમીન જ્યાં ખાલી, મંદિર ત્યાં તો ઊભું કર્યું

છે દિલ ભી તારું ખાલી, શાને એને તેં બાકાત રાખ્યું
રહ્યો સજાવતો, સાફ કરી એને, તારી પ્રેમભરી એ મૂર્તિને
કેમ તારા દિલના મંદિરને, દુર્ગૂણોથી રાખ્યું તેં ભર્યું
રાખીને, રાખતો રહ્યો દેખભાળ, તું તારા એ મંદિરની
કેમ તારા દિલના મંદિરને, તેં બેદરકારીથી નવાજ્યું
દેવમંદિરની સેવા કાજે, તું તો સદા તત્પર રહ્યો
કેમ તારા દિલના મંદિરને, તેં ખાલી ને ખાલી રાખ્યું
દેવમંદિર તો સ્થિર ને સ્થિર, ત્યાં ને ત્યાં તો રહેવાનું
તારું દિલનું મંદિર તો, તારી સાથે ને સાથે તો રહેવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatī jamīna jyāṁ khālī, maṁdira tyāṁ tō ūbhuṁ karyuṁ
chē dila bhī tāruṁ khālī, śānē ēnē tēṁ bākāta rākhyuṁ
rahyō sajāvatō, sāpha karī ēnē, tārī prēmabharī ē mūrtinē
kēma tārā dilanā maṁdiranē, durgūṇōthī rākhyuṁ tēṁ bharyuṁ
rākhīnē, rākhatō rahyō dēkhabhāla, tuṁ tārā ē maṁdiranī
kēma tārā dilanā maṁdiranē, tēṁ bēdarakārīthī navājyuṁ
dēvamaṁdiranī sēvā kājē, tuṁ tō sadā tatpara rahyō
kēma tārā dilanā maṁdiranē, tēṁ khālī nē khālī rākhyuṁ
dēvamaṁdira tō sthira nē sthira, tyāṁ nē tyāṁ tō rahēvānuṁ
tāruṁ dilanuṁ maṁdira tō, tārī sāthē nē sāthē tō rahēvānuṁ
|