છે જગ તો વિવિધતાથી ભર્યું, જુદા-જુદા માનવીને, જુદું-જુદું ગમતું રહ્યું
ભર્યાં છે વિવિધ રસો તો જીવનમાં, એક જ રસમાં સંમત તો ના થયું
બને મુશ્કેલ ગોતવા એકસરખા બે માનવ, છે વૃત્તિમાં પણ ક્યાંક જુદું પડ્યું
છે ખોરાકમાં પણ રસ તો જુદા-જુદા, ના સંમત થતા, સહુએ ચલાવી લેવું પડ્યું
રંગ રૂપો રહ્યા જગમાં તો જુદા-જુદા, વિવિધતાનું સ્વરૂપ એમાં તો મળતું
છે પ્રભુના રૂપો ને નામો તો જુદા, જગમાં ના એક રૂપ નામમાં સંમત થયું
રોકી શકશે નહિ વણઝાર વિવિધતાની, વિવિધતાને જગમાં સ્વીકારવું રહ્યું
ચૂક્યા સ્વીકારવા એને જે જીવનમાં, એના જીવનમાં વિવિધ અડપલું કરતું રહ્યું
દેખાય છે વિવિધ રૂપ તો વાદળના, છે આકાશ તો વિવિધ તારાઓથી ભર્યું
અપનાવી રીતો વિવિધ જગમાં માનવે, વિવિધતા રાજ જગમાં કરતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)