છે પ્રવાસ તારો, ભૂતકાળમાંથી વર્તમાનમાં, ને વર્તમાનમાંથી ભવિષ્યમાં
નથી જાણતો ભૂતકાળ તું તારો, ના ભવિષ્યકાળ, છે વર્તમાન તો તારા હાથમાં ને હાથમાં
હરેક વર્તમાન, ભૂતકાળ બનવાનું, હરેક વર્તમાન તો, કોઈનું ભવિષ્ય રહેવાનું
વર્તમાન સિવાય, ના ભૂતકાળ કે ભવિષ્ય તારા હાથમાં હોવાનું
છે જે તું આજે, તું તું ના હતો, છે જે તું આજે, તે તું નથી રહેવાનો
પરિવર્તન તો છે નિયમ કાળનો, બાકાત નથી એમાં તું રહેવાનો
સુધારીશ ભૂલો તું ભૂતકાળની, વર્તમાન તારો જરૂર સુધરવાનો, સુધરવાનો
નિર્ભર છે જ્યાં ભવિષ્ય તારું વર્તમાન ઉપર, કર વિચાર તારા વર્તમાનનો
ચૂકી જઈશ વર્તમાન જ્યાં હાથથી, ભવિષ્ય તારું તું ક્યાંથી બનાવવાનો
કરી લે નિર્ણય તું વર્તમાન સુધારવાને, ભવિષ્ય તારું તું ત્યાં સુધારવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)