અણમોલ તારા દર્શન રે પ્રભુ, અણમોલ તારી વાતો
કરવા છે ધન્ય જગમાં, આંખને કાનને તો અમારે
લખ્યા હોય ભલે તારા વિયોગો, ક્ષણ યાદની તારી તું આપજે
આંખડી રહે ઝરતી રે પ્રભુ, તારા વિયોગના આંસુએ
આવ્યા અમે તો જગમાં, આવ્યો તું તો સાથે ને સાથે
રહ્યું છે હૈયું ઝૂરતું રે પ્રભુ, તારા ને તારા વિયોગે
અટકી ના કર્મની ધારા, રહ્યું છે જીવન ઊભરાતું સુખે ને દુઃખે
પ્યાર ઝંખતા મારા હૈયાને, તારા પ્યારથી હવે તો નવાઝજે
દીધું તેં જીવન, લઈ તું લેવાનો, દેજે ક્ષણ, ધન્ય એને કરવાને
વિશ્વાસ ભર્યો છે હૈયે, પામું ના પામું દર્શન તારા, છું સદા હું તો તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)