મૂંઝાતો ને મૂંઝાતો, મનમાં ને મનમાં, મૂંઝાતો હું તો જાઉં છું
સફળતાના સાથ છૂટયા જીવનમાં, નિરાશાઓ ને નિરાશામાં ડૂબતો, હું તો જાઉં છું
કરતો ને કરતો રહ્યો, કાર્યો શરૂ જીવનમાં, અધૂરા ને અધૂરા, રાખતો હું તો જાઉં છું
માર્ગ વિનાના માર્ગે રહ્યો ભટકતો જીવનમાં, સાચો માર્ગ ઝંખતો, હું તો જાઉં છું
નિર્ણયની ઘડીએ, નિર્ણય ચૂક્યો જીવનમાં, અટવાતો ને અટવાતો, હું તો જાઉં છું
મેળવવા ને મેળવવા, મથ્યો જીવનમાં, જીવનમાં શાંતિ ખોતો, હું તો જાઉં છું
ભગ્નતાના ખંડિયેરમાં વસીને જીવનમાં, ભૂતકાળને વાગોળતો, હું તો જાઉં છું
અણસમજના અંધારામાં અટવાતો રહી, સમજણના અજવાળા ઝંખતો, હું તો જાઉં છું
મળ્યા ના માર્ગ મૂંઝારાના જીવનમાં, મૂંઝારાને, ઘૂંટતો ને ઘૂંટતો, હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)