આવશે રે આવશે, આવશે સહુનો તો વારો જીવનમાં, એકવાર આવશે
કોઈનો આવશે રે વહેલો, કોઈનો મોડો, વારો સહુનો જીવનમાં તો આવશે
આવશે સુખદુઃખના ચકડોળમાં બેસવાનો વારો, એકવાર સહુનો આવશે
જીવનમાં ભાગ્યના ચકડોળમાં બેસવાનો વારો, સહુનો તો આવશે
કદી પડશે જાવું એમાં ઉપર, કદી નીચે, સહુને અનુભવમાં એ તો આવશે
ઉત્પાત વૃત્તિઓના ને આદતના સહન કરવાની પાળી સહુને તો આવશે
દેખાશે કદી ઉજાસ કદી અંધકાર, વારી જીવનમાં સહુની એવી તો આવશે
સહન થાયે ના થાયે જીવનમાં, સામનો કરવાની પાળી સહુની તો આવશે
કર્મો ચાહો કે ના ચાહો જીવનમાં, કર્મો કરવાની પાળી સહુની તો આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)