રાખજે રે ભરોસો, તું રે જીવનમાં, એક તો પ્રભુમાં, ને એના નામમાં રે
રાખીને ભરોસો માયામાં રે જીવનમાં, છે પસ્તાવો તો, એનો સરવાળો રે
રાખીશ ભરોસો તું, ફરતામાં ને ફરતામાં રે, ભરોસો તારો તો ફરતો રહેવાનો રે
રાખ્યો તેં ભરોસો બહારનો બહાર રે, મળશે ક્યાં સુધી એનો સાથ ને સથવારો રે
મળશે એને ખાડા ને ટેકરા ઘણા રે જીવનમાં, ક્યાં સુધી એમાં એ તો ટકવાનો રે
એક દિવસ તો એ પડશે તૂટી જીવનમાં રે, જલદી નથી પાછો એ ઊભો થવાનો રે
રાખવો છે મુશ્કેલ, ટકવો છે દુર્લભ રે, એના વિના જીવનમાં ચાલી નથી શકવાનો રે
જગત તો છે સ્વાર્થથી ભરેલું, મળશે છેહ જીવનમાં, રાખીશ ભરોસો જગતમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)