જ્યાં હું તો પ્રગટયો રે મુજમાં, પ્રભુ ત્યાંથી, તું તો સરકી ગયો
જ્યાં પ્રગટયો તું તો મુજમાં રે પ્રભુ, હું તો ત્યાં ના રહી શક્યો
છે આ કેવી બલિહારી તારી, છું હું તો તુજથી, ના સાથે તોય રહી શક્યો
જાગતા હું તો મુજમાં, ઉત્પાત તો જીવનમાં મચતો ને મચતો રહ્યો
જ્યાં પ્રગટયો તું તો મુજમાં, અનુભવ શાંતિનો મળતો ને મળતો રહ્યો
રહી સાથે ને સાથે તો સદા, સંતાકૂકડી મુજથી તું, રમતો ને રમતો રહ્યો
તું તો મને સદા જોતો ને જોતો રહ્યો, યુગોથી-યુગોથી, તને હું શોધતો રહ્યો
તૂટયો ના ક્રમ આજ સુધી આ, ક્રમ આ તો ચાલતો ને ચાલતો રહ્યો
છે તારી દયા તો કેવી, ગોતવાની આશામાંથી ના હું તો તૂટી પડ્યો
છે સંબંધો તો યુગો પુરાણા, તોય અજાણ્યો હું તુજથી તો રહ્યો
લાગે છે અલગતા હૈયે હવે તો એવી, નિર્ણયનો સૂર તારો શાને એમાં ભળ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)