રે મનવા રે, રે મનવા (2)
રહ્યો સાથે ને સાથે રે તું (2), ચાલ તારી તોય ના સમજાણી
લાગે જ્યાં કદી જાણું તને, ખવડાવે ત્યાં તું તો ગોથાં રે મને - ચાલ...
કદી તને ગમે રે શું, કદી તને ગમશે રે શું, કદી ના એ તો સમજાતું - ચાલ...
કદી રહે તું તો સાથે, કદી ક્યાંય ને ક્યાંય તું તો ભાગે, ના એ કહી શકાતું - ચાલ...
લાગે કદી, તને હું તો સમજું, વર્તે ત્યાં તું તો એવું, આંખ ફાટી પડે ત્યાં તો જોવું - ચાલ...
મસ્ત રહે તારામાં તો તું, જાણી ના શકીએ, ક્યારે કરશે તું તો શું - ચાલ...
જાણે છે તું તો શક્તિ મારી, કરી ના શકું રે હું તો બરોબરી તારી - ચાલ...
રહ્યાં જ્યારે સાથે ને સાથે, હવે તો જીવનમાં બન, મારો તો તું - ચાલ...
તને બીજું હું કહું તો શું, કરે છે ને વર્તે છે જાણે, જાણે એકલો તું - ચાલ...
હવે મૂક દોડાદોડી તું તો તારી, કર સફળ હવે મળવાની પ્રભુને આશા તો મારી - ચાલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)