ના કાંઈ જગમાં છે કાંઈ તો તારું, છે કાંઈ જગમાં, તો છે પ્રભુનું
બંધાતો ને બંધાતો રહ્યો છે શાને તું જગમાં, કરીને જગતમાં તો, મારું ને મારું
મેળવતો ને મેળવતો રહ્યો તું જગમાં, નથી બધું કાંઈ હાથમાં તો રહેવાનું
સુખદુઃખને બાકાત નથી રાખ્યા જીવનમાં, રહ્યો છે કહેતો તું, મારું ને મારું
જોઈતું ને જોઈતું રહેશે બધું તો જગમાં, કહીશ ક્યાં સુધી તું, મારું ને મારું
છે જગમાં તું, છે ત્યાં સુધી જીવન તારું, છે પછી તારું અજ્ઞાનનું અંધારું
નથી તું રહેવાનો, નથી કોઈ રહેવાના, જગને ગણે છે શાને રે તું, મારું ને મારું
દુઃખદર્દને જાણ્યું નથી તેં તારું, પડે છે કહેવું તોય તારે તો, મારું ને મારું
મારું ને મારું કરતી રહે ઊભી રામાયણ, છૂટતું નથી તોય તારું, મારું ને મારું
એકવાર સાચા દિલથી કરી લે અનુભવ, કહીને દિલથી પ્રભુ, કે છે બધુ તારું ને તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)