ગમ્યું છે, ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતો ને કરતો રહે છે
ગમવા ને ગમવાની સાથે, અણગમતું પણ જીવનમાં ઊંભું કરતો રહ્યો છે
ગમ્યું છે, છે અલ્પ સંખ્યામાં, અણગમતાનું લશ્કર ઊંભું થાતું રહ્યું છે
ગમ્યું જે, રહ્યું છે ફરતું, અણગમતું, એ પણ કદી બનતું રહ્યું છે
ગમ્યું તને જે, ના ગમ્યું બીજાને એ, જીવનમાં સદા આમ બનતું રહ્યું છે
ગમતું એકસરખું તો સહુને જીવનમાં, દુર્લભ ને દુર્લભ એ તો રહ્યું છે
ગમ્યું, જાણવું બધું જીવનમાં તો સહુને, મહેનતમાં સહુએ અળગા રહેવું છે
ગમ્યું ના વેર ને વેરી જીવનમાં કોઈને, વેરી ને વેર જીવનમાં ઊંભું થાતું રહ્યું છે
ગમતું રહે છે સદા વિવિધતામાં, વિવિધતામાં ગમ્યું ના ગમ્યું થાતું રહ્યું છે
ગમ્યું જે પ્રભુને, તેં કેટલું કર્યું છે, તારું કર્યું કરે પ્રભુ, શાને ચાહતો રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)