જે જીવનમાં પ્રભુનો બની શક્યો નથી, તે જગમાં કોઈનો રહી શક્તો નથી
માયાના નાચમાં રહે એ તો નાચતો, એના નાચમાં નાચ્યા વિના બીજું કરતો નથી
લોભ-લાલચની ધારા છે અનોખી, ડૂબ્યો રહે એમાં, બહાર નીકળવું એને ગમતું નથી
જીવન જીવે એવી રીતે, દંભ વિના જીવનમાં એના, બીજું કાંઈ તો મળતું નથી
એના પ્રેમમાં ભી મળે ગંધ સ્વાર્થની, નિઃસ્વાર્થ પ્રેમની હસ્તી હૈયે એના વસતી નથી
વસ્યો છે પ્રભુ તો સહુના હૈયાંમાં, નજરે એના જીવનમાં એ તો ચડતો નથી
ખાવું-પીવું ને હરવા-ફરવામાં, વિતાવે સમય તો એનો, હૈયે પ્રભુ એને વસતો નથી
રાત-દિવસ કરતો રહે રટણ માયાનું, કરવા રટણ પ્રભુનું, સમય મળતો નથી
સુખના દિવસમાં ફરે જીવનમાં એ તો ફુલાઈને, દુઃખમાં રડયા વિના એ રહેતો નથી
સાથ વિનાના ગોતે જીવનમાં સાથીદારો, જીવનમાં સાથ કોઈનો પૂરો મળતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)