એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેક ને હરેકના જગ તો જુદાં છે
સુખદુઃખની લહાણ મળતી રહે સહુને જુદી, સહુનું જગ છે જુદું, જુદું દેતું રહ્યું છે
એક દુઃખ કરી શકે દુઃખી એકને, ના એ બીજાને, હાલત સુખની ના કાંઈ જુદી છે
એક જ ચીજ જીવનમાં સહુને, જુદી ને જુદી સદા ભાસતી ને ભાસતી રહી છે
મેળવતા રહ્યાં છે દયા અન્યની જીવનમાં, ખાવા દયા અન્યની અખાડા કરે છે
છે હરેકના જગમાં સપના જુદા, જગમાં સપના સહુ જુદા ને જુદા જોતાં આવે છે
પ્રેમની ધારા રહી છે સરખી, સહુના જગમાં એકસરખી વહેતી ને વહેતી રહી છે
છે વૃત્તિઓના ઉછાળા સહુના જગમાં સરખાં, સહુને દુઃખી કરતું એ આવી છે
જગમાં દ્વિધા રહી છે સહુની સરખી, સહુને દ્વિધામાં એ તો રાખતો આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)