મારા હૈયા કેરું દુઃખ, માડી કહ્યું નવ કહેવાય
તારા વિયોગ કેરું દુઃખ, હવે સહ્યું નવ સહેવાય
રાત-દિવસ માડી મારો, સમય વીત્યો નવ જાય
ભોજન કેરા સ્વાદ માડી, હવે લૂખા વરતાય
ચિત્ત નથી રહ્યું હાથમાં મારું, તારી પાસે દોડી જાય
તારા અનુપમ રૂપમાં મોહાયું, હવે એ બીજે નવ જાય
મારા હૈયા કેરા ભાવમાં માડી, તારા ભાવો ભરાય
મારી આંખોમાં તારા વિયોગનાં આંસુઓ છલકાય
મારી આંખડીમાં તારી અનુપમ મૂર્તિ સમાય
દૃષ્ટિ પડતી જ્યાં-જ્યાં મારી, તારી ઝલક વરતાય
તારી માયામાં પણ માડી, તારું સ્વરૂપ દેખાય
તારાં દર્શનના અભિલાષી, આ બાળને સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)