ક્રોધ જીવનમાં તો, કદી ને કદી, જાગશે ને જાગશે
રહેશે કે જાશે એ જો કાબૂ બહાર, ઉત્પાત એ તો મચાવશે ને મચાવશે
ઈર્ષ્યા જીવનમાં તો કદી ને કદી, એ જાગશે ને જાગશે - રહેશે...
અહં સહુના જીવનમાં તો, ક્યારે ને ક્યારે જાગે ને જાગે - રહેશે...
શંકા-કુશંકા જીવનમાં તો, ક્યારે ને ક્યારે ઊભી તો થાયે - રહેશે...
રાતભર નીંદર જો ન આવે, થાક એનો તો લાગશે ને લાગશે - રહેશે...
ચિંતા તો જીવનમાં, સદા જાગે ને જાગે, જાગે ને જાગે - રહેશે...
લાગણીના પૂર જીવનમાં તો ક્યારે ને ક્યારે, આવે ને આવે - રહેશે...
વિચારો ને વિચારો જીવનમાં સદા જાગે ને આવે ને આવે - રહેશે...
લોભ-લાલચની તાણ જીવનમાં સદા જાગે ને આવે ને આવે - રહેશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)