કરવા ગોટાળા જીવનમાં તો ઊભા, નીરખતા રહેવું એને ઊભા ઊભા,
બુદ્ધિમતા એમાં તો ક્યાં છે (2)
કરવા રસ્તા બંધ બધા જીવનમાં, નીકળવું એને તો ખોલવા - બુદ્ધિમતા...
લડતા રહેવું જીવનમાં તો સાથીદારો સાથ, ગોતવા તો સાથ એના - બુદ્ધિમતા...
લેવા છે તરવાના લહાવા, રહેવું જોતાં કિનારે તો ઊભા ઊભા - બુદ્ધિમતા...
નજર સામે નાચ ચાલે માયાના, પધરાવીએ એને જો હૈયામાં - બુદ્ધિમતા ...
બાંધી બંધન ખુદ, રહેવું બનતાને બનતા લાચાર તો એમાં - બુદ્ધિમતા...
છોડવા યત્નો સુખના, રહેવું જીવનમાં તો દુઃખને વાગોળતા - બુદ્ધિમતા...
છોડવા ના જીવનમાં ખોટા લાગણીવેડા, અટકે ના એની ધારા - બુદ્ધિમતા...
જગની દોલત કરવા ભેગી, ગુમાવી હૈયાની દોલતના ખજાના - બુદ્ધિમતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)